STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

કામ ના લાગ્યા

કામ ના લાગ્યા

1 min
181

ઘણાં અનુભવો જીવનમાં કામ ના લાગ્યા,

કિંમતી અમારા અરમાનો' કામ ના લાગ્યા,


જિંદગી આ તારી કરામત રોજની થઈ હવે,

મનની અદાલતમાં બચાવો કામ ના લાગ્યા,


એક બસ હિંમત ખૂટી નહીં ને આકરા સંઘર્ષ,

ઉઝરડાં ઘણાં, મલમ એમના કામ ના લાગ્યા,


કરીને લાખ કોશિશ હું સમય સાથે જ ચાલી,

આજીજી કહો કે અરજ કોઈ કામ ના લાગ્યા,


નમતી રહી તો જ ગમી, ને સંબંધો જળવાયા,

ઝીલે ગણ્યા હતાં જેને પોતીકા કામ ના લાગ્યા,


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy