કાકડી લ્યો રે કાકડી
કાકડી લ્યો રે કાકડી
તળાવની વાડીએથી લાવ્યા કાકડી,
કાકડી લ્યો રે કાકડી,
મીઠી ને કૂણી- કૂણી કાકડી,
કાકડી લ્યો રે કાકડી.
આવો ભાઈઓ ને બહેનો,
કાકડી લ્યો રે કાકડી,
ખાઓ કાકડી ને થાઓ તાજામાજા,
કાકડી લ્યો રે કાકડી.
બનાવો કાકડીનું કચુંબર રે,
કાકડી લ્યો રે કાકડી,
નાખો મસાલો ને કાપો ગોળ-ગોળ,
કાકડી લ્યો રે કાકડી.
પીઓ કાકડીનું શરબત રે,
કાકડી લ્યો રે કાકડી,
ઉતારો વજન કાકડી ખાઈને,
કાકડી લ્યો રે કાકડી.
બોલો શું ભાવે લેશો કાકડી ?
કાકડી લ્યો રે કાકડી,
તળાવની વાડીએથી લાવ્યા કાકડી,
કાકડી લ્યો રે કાકડી
