STORYMIRROR

Bharat Thacker

Abstract Romance

4  

Bharat Thacker

Abstract Romance

જવાનીની રંગીન ઉતરાયણ

જવાનીની રંગીન ઉતરાયણ

1 min
260

રંગીન પતંગોથી, આકાશના ઉષા અને સંધ્યાના રંગોને જાણે કરતો આહવાન હોય છે

પતંગ અને દોરીનો પર્વ ઉત્તરાયણ, આકાશને બનાવતો વધુ જાજરમાન હોય છે,


જવાનીની ઉત્તરાયણ હોય છે વધુ રંગીન, સંગીન અને મસ્તાન

ભાત ભાતના પતંગોથી દિલનું આકાશ પણ દેદીપ્યમાન હોય છે,


પતંગની સાથે આંખોની પેચ પણ લાગતી હોય છે અગાશીમાં

આંખો ઝૂકેલી જોવા મળે એટલે જાણે પતંગ કાપ્યોનું બહુમાન હોય છે,


કોણ કહે છે કે પતંગ ચગાવવા જોઈએ માત્ર દોરીનો આધાર ?

આંખો મળે અને દિલના પતંગને જાણે મળ્યા સાતેય આસમાન હોય છે,


કોઈની મારકણી નજરથી કપાવાની મજા હોય છે અલગ

પતંગ કપાયો હોય છતાં જાણે પતંગ કાપ્યોનું અનુસંધાન હોય છે,


રંગીન પતંગોને મળી જાય જિંદગીમાં જો સ્નેહની દોરીનો સંગ

પ્રીતના આકાશમાં ફરફરતો રહે દિલનો પતંગ, એવા અરમાન હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract