જશોદાનો લાલો
જશોદાનો લાલો
જશોદાનો લાલો, નંદ દુલારો મને છે વ્હાલો,
ગોકુળમાં ગાયો ચરાવતો, ગ્વાલબાલ સંગ ખેલતો,
જમના કિનારે વાંસળી વગાડતો,
તેની મોરલીનો નાદ મને બહુ ગમતો...... જશોદાનો
ગોપીઓની મટકી ફોડતો, માખણ ચોરી ખાતો
નટખટ બંસી બજૈયો, મને બહુ ગમતો,
પીળું પીતાંબર ને જરકસી જામા,
મોરપીંછ મુગટ તેને માથે શોભતો... જશોદાનો લાલો.
