STORYMIRROR

Kalpesh Vyas

Drama Fantasy

3  

Kalpesh Vyas

Drama Fantasy

જંગલમાં રાજનીતિ કે વનરાજનીતિ?

જંગલમાં રાજનીતિ કે વનરાજનીતિ?

2 mins
4.4K


વસ્તીઓના હાલ જોઈને હવે તો

જંગલમાં પણ ચુંટણીઓ થવા લાગી,

પશુપક્ષીઓ પોતાનો મતાધિકાર સમજ્યા,

ત્યારથી રાજાશાહી અંતે આવવા લાગી,


ચિન્હોસહ વિવિધ પાર્ટીઓ જાહેર થઈ,

ચુંટણી આયોગની પણ સ્થાપના થઈ,

વાઘ, સિંહ, ભાલું ,ગિધએ પોતાનું નામ,

ઉમેદવાર તરીકે નોંધાવી લીધું,


આ બધી ચુટણી પ્રકિયામાં શિયાળની,

હતી કોઈ ગુપ્ત રણનીતિ,

હવે શિયાળ જેવા લુચ્ચા પ્રાણીને

શિખવવી શું કુટનીતિ?


શિયાળનાં મનની ઈચ્છા તો જુદી હતી,

કે મુખમેં રામ બગલમેં છુરી,

સાવજા વિરોધીઓને ભેગા કરી,

મહાગઠબંઘનની એણે તૈયારી કરી,


શિયાળે ગધેડાની આગળ બાંધીને ગાજર,

અને સ્વાર્થની પોટલી એની પીઠ પર રાખી,

ઘોડાની જેમ દોડવા લાગ્યો ગધેડો,

વ્યર્થ મેહનતનું ફળ ના શક્યો એ ચાખી,


કાગડાનાં સમાજને પક્ષીરાજનું બિરુદ,

આપવાનાં મોટા સપના પણ દેખાડ્યા,

આમ દરેક પશુ-પક્ષીનો વર્ગોને

અકબીજા સાથે આપસમાં લડાવ્યા,


વાઘ અને સિંહ જંગલનાં હિતમાં

પોતાની રણનીતિ બનાવી રહ્યા હતાં,

બાકીનાં પ્રત્યાર્શીઓ પોતાનાં મનમાં,

'ખયાલી પુલાવ' પકાવી રહ્યા હતાં,


'એક ઘેટાંની પાછળ સૌ ઘેટાં ચાલે છે.'

આ વાતને બખુબી ધ્યાનમાં રાખીને,

વરુએ ઘેટાંની ખાલ પહેરી લીધી

'ને ઘેટાઓની ટોળીમાં જોડાઈ ગયો,

અને સૌ ઘેટાંઓને ગૈરમાર્ગે દોરી ગયો,


શાકાહારી પ્રાણીઓને પણ શિયાળે,

સાવજનાં વિરોધમાં ભડકાવી દીધાં,

લીલુંછમ જંગલ હોવાં છતાએ એણે,

દુકાળનાં નામે એમને ડરાવી દીધાં,


વાંદરાઓ રક્ષામંત્રી બનવા આતૂર જણાયાં,

'વાંદરાનાં હાથમાં તલવાર' કહેવતનો અર્થ

સમજાવે તોય કોણ?

માછલીઓ અને કાચબા ડરેલા જણાયાં,

'પાણીમાં રહીને મગર સાથે વેર'

કરે તોય કોણ?


ધૈર્ય ખુબ રાખી વનરાજે પોતાની,

સમજશક્તિનો પરિચય આપ્યો,

વિરોધનો વિષ જાણે એણે નિલકંઠ,

બની ગળામાં સાચવી રાખ્યો,

અને પ્રજાના હિતમાં એવા કામો કર્યા,

કે બધા દિલથી પ્રભાવિત થયા,


ઠીક મતદાન પહેલાં શિયાળની ચાલ,

વરિષ્ઠ પ્રાણીઓને સમજાઈ ગઈ,

એની ધૃત ચાલની ખબર જાણે,

જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ,


જ્યારે મતદાનનો દિવસ આવ્યો ત્યારે,

અનેક પ્રાણીઓએ મતદાન કર્યું,

કોઈએ એકને, કોઈએ બીજાને મત આપ્યું

તો કેટલાકે વળી નોટાનું બટન દબાવ્યું,


પરિણામનો એ રુડો દિવસ આવી ગયો,

સાવજ પુરેપુરી બહુમતીથી જીતી ગયો,

રાજશાહી હોય કે પછી લોકશાહી,

સુશાસનની કળા તો વનરાજ માં જ હતી,


એતો નસીબ જોગે ચુંટણી પ્રક્રિયામાં,

માણસનો કોઈ સહભાગ ન હતો

નહિતર પરિણામ શું આવત? કોણ જાણે?


Rate this content
Log in

Similar gujarati poem from Drama