જખમ
જખમ
પથ્થર ને પણ જખ્મ આપે છે પેલા ઝરણાંઓ કોતરી કોતરી,
ક્યાંથી આપે સાથ આંખો બોલી ઘાવ ગયા એ ખોતરી ખોતરી,
આમ જ દિલ રોવાનું
આમ જ કૈંક ખોવાનું
ગીરે બુંદો ગાલ ચૂમીને કરે અલવિદા ભળી મૌન કોતરી કોતરી
મસ્ત ફકીરી ભાલે ટીલડી, આંખ રતુંબલ જીગર ખોતરી ખોતરી
મલપતીનું આમ જ રોવાનું
આખે- આખુ કૈંક રે ખોવાનું.
