Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

જિંદગીની મુસાફરી

જિંદગીની મુસાફરી

1 min
224


જિંદગી છે, સફર અને અહીંયા હર કોઈ મુસાફર છે,

જે લોકો આપે છે સાથ, એ બધા હમસફર છે,

 

જિંદગીની મુસાફરીની અવધિ છે, બધાની નિશ્ચિત

અહીંયા કોઈ અમર નથી, અહીં બધુ નશ્વર છે,

 

જિંદગીની મુસાફરીમાં કોઈ સાથે નથી કરવાની હોડ

હોડ કરીએ પોતાની જાત સાથે, તો મુસાફરી તરબતર છે,

 

મસ્ત મજાની માણી લેવાની હોય છે, જિંદગીની મોસમ

વૃદ્ધાસ્થા આવે અને જિંદગીને લાગે પાનખર છે,

 

ઓછો સામાન હોય તો મુસાફરી માણી શકાય વધુ

જીવન જીવવાનો સામાન પણ રાખવાનો માપસર છે,

 

જિંદગીની મુસાફરીની એક વાત સહુથી રોચક

જિંદગીની સફરમાં, મંઝિલ અને મુસાફરી બંને મનહર છે,

 

જીવનની મુસાફરીમાં બનાવી રાખો ધર્મ અને ભગવાનને માર્ગદર્શક

સફર રહેશે એમની ખૂબ જ સારી, જેમણે પોતાની સાથે રાખ્યા ઈશ્વર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract