જિંદગી લાગે મીઠી
જિંદગી લાગે મીઠી
સુખી જીવન
મળ્યું અનુભવથી
તારી સંગાથે !
તાકાત આવી
મુશ્કેલીનો સામનો
કરવા માટે !
આપી તે સદા
હિંમત અને સાથ
મુસ્કાન આપી !
મને મળાવી
મારી ઓળખ આપી
કળા બતાવી !
મળ્યું છે મને
તારી સાથે રહીને
નવજીવન !
