STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

જિંદગી બોલી ઊઠી

જિંદગી બોલી ઊઠી

1 min
381

રાહ પર કો બાળ ભૂખ્યો રોટલો બટકું મળે,

ભેજ આંખે સ્મિત સાથે જિંદગી બોલી ઊઠી !


આર્ત વાણી મૂક પશુની હૃદય કો લીલું બળે,

જે કતલખાનેથી છૂટી એ જિંદગી બોલી ઊઠી !


દીન બેઠો જાતભાઈ ભાળ લેવા કો મળે,

સાર એ છે સમૃદ્ધિનો જિંદગી બોલી ઊઠી !


પાનખરમાં મા-પિતાને પ્રેમ આદર જ્યાં મળે,

એ વડીલોની ખુશીમાં જિંદગી બોલી ઊઠી !


ભેદરેખા માનવોમાં રંગ વર્ણોની ટળે,

હૃદયે માનવતા વસી તો જિંદગી બોલી

ઊઠી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract