STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Inspirational

3  

Vrajlal Sapovadia

Abstract Inspirational

જીવનનો હેતુ

જીવનનો હેતુ

1 min
414

નથી આવ્યા વિશ્વમાં કાંઈક સાબિત કરવા 

ને થોડાં પધાર્યા છીએ વળી બાગમાં ફરવાં 

કરવું ઘટે ઘણું અનન્ય છું એવી હવા ભરવાં 

એમ તો બળદિયા જાય રોજ બીડમાં ચરવા,


દિન રાત આ જગમાં રહ્યાં સરખાં સર્વ માટે 

કરે જો કંઈક શ્રેષ્ઠ એ જ તો મોટો લાભ ખાટે 

મોજ મસ્તી કરનારા મોભીઓ વિખરાયા વાટે 

ખાંભી બનીને લડ્યાં જે દુષ્ટ સામે શિર સાટે,


કંઈક પામવાં માનવે ચાલવું પડે સમય સાથે 

પારખવા પચાવવાં બચાવવાં ભાર લઈ માથે 

કદમ મિલાવતાં મંઝિલે પહોંચવા તે બેઉ હાથે

દુન્યવી દૈત્યને કર્મ ને યોગ થકી અચૂક નાથે,


મસમોટી જિંદગી મહીં હોતો નથી ઉદ્દેશ એક 

મનખે મનખે રહે છે વિશ્વમાં વળી હેતુ અનેક 

ઝંખે માને બાળ વયે કિંતુ કીર્તિ મળે મર્યે છેક 

પદને પામતાં વિરલાં વિરલી લીધી જેને ટેક.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract