જીવનની સફર
જીવનની સફર
જીવનની સફરમાં ખૂબ દોડયો છુ,
વિસામો ક્યાંય મળ્યો નથી.
દોડતા દોડતા તરસ્યો થયો છું,
જળની બુંદ પણ મળી નથી.
દોડતા થાકીને હાંફે ચડ્યો છુ,
સ્નેહ ક્યાંયથી મળ્યો નથી.
ગરમ જ્વાળાઓથી તપી ગયો છુ,
શિતળ છાંયો જડયો નથી.
ભીતરની અગ્નિથી સળગી રહ્યો છુ,
મેઘ મલ્હાર વરસ્યો નથી.
તન અને મનથી બાવરો બન્યો છુ,
આશ્ર્વાસન કંઈ મળ્યું નથી.
અનેક ચહેરાઓ જોઈ ચૂક્યો છુ,
કોઈ પણ મારા થયા નથી.
સાચા પ્રેમને શોધી રહ્યો છુ,
યોગ્ય પાત્ર પણ મળ્યું નથી.
દુઃખની વેદના સહી રહ્યો છુ,
સાથ દેવા કોઈ આવ્યું નથી.
જીવન સફર વસમી પડી "મુરલી"
પૂર્ણ ક્યારે થશે, તેની ખબર નથી.