STORYMIRROR

Chirag Sharma

Abstract Tragedy Inspirational

4.0  

Chirag Sharma

Abstract Tragedy Inspirational

જીવન

જીવન

1 min
134


સુખશાંતીથી માણો તો સ્વર્ગ છે જીવન,

કજીયા કરી બગાડો તો નર્ક છે જીવન,


સદ્કાર્યો થકી માણી શકાય જીવન,

દુષ્કાર્યોથી બગડી જાય જીવન,


સુખનાં મદમાં વ્યક્તિને છકાવતું આ જીવન,

દુઃખમાં ભલભલાં વ્યક્તિને રડાવતું આ જીવન, 


સુખ-દુઃખ છે સાથી જીવનનાં,

સૌ કોઈને હસાવતું-રડાવતું આ જીવન,


સુખમાં અતિ અહંમ ના કરવો,

દુઃખમાં ભાંગી પડી નિરાશ ના થાવું,


એવું સમજાવે આ જીવન,

અનુભવોથી શીખવતું આ જીવન,


સુખઃદુઃખ તો છે પરીક્ષા જીવનની,

સ્થિર ચિત્ત, અડગ મન રાખી વિતાવો જીવન,


 દરરોજ ભજો હરિનું નામ,

હસતે મુખે કરો સૌ જીવનકામ,


 ખુશ રહી ખુશ રાખી બીજાને,

માણો આ અણમોલ જીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract