જીવન મધૂર
જીવન મધૂર
ઝાડની એ ડાળે ડાળે પર્ણ સુંદર
મીઠી કંઠે ગાતી બેઠી કોયલ સુંદર
હે કુદરત! તારા થકી જ જીવન મધૂર...!
ખળખળ વહેતા એ જળ સુદર
પાણીમાં તરતી લાગે માછલી સુંદર
હે કુદરત! તારા થકી જ જીવન મધૂર...!
સુગંધી ખીલેલા ફૂલ અતિ સુંદર
એની આસપાસ ઘૂમતાં પતંગિયા સુંદર
હે કુદરત! તારા થકી જ જીવન મધૂર...!
આકાશે કાળા ભૂરાં વાદળ સુંદર
રાતના અંધકારે ચંદ્રની કળા સુંદર
હે કુદરત! તારા થકી જ જીવન મધૂર...!
ટમટમતા તારલા થકી આકાશ સુંદર
સૂર્યોદય પીળાં કિરણો થકી ધરા સુંદર
હે કુદરત! તારા થકી જ જીવન મધૂર...!
શિયાળે ઠંડી ને ચોમાસે વાદળી સુંદર
મીઠી વાણી થકી મનુષ લાગે સુંદર
હે કુદરત! તારા થકી જ જીવન મધૂર...!
