જીકે અંતાક્ષરી 49
જીકે અંતાક્ષરી 49
(૧૪પ)
નવદ્વીપ વૈષ્ણવોનું યાત્રાધામ,
અવતર્યા ત્યાં મહાપ્રભુજી;
નાથદ્વારામાં વૈષ્ણવો જઈ,
ભક્તિ કરે શ્રીનાથજીને પૂજી.
(૧૪૬)
જયપુર છે ગુલાબીનગરી,
ત્યાં હવામહેલ ને જંતરમંતર;
ગોવિંદ વલ્લભ પંતની સ્મૃતિ,
ઉત્તરપ્રદેશમાં છે પંતનગર.
(૧૪૭)
રામજન્મભૂમિ અયોધ્યા,
ભૂમિ ત્યાંની મોક્ષદાયિની;
ઉજ્જૈનમાં કાલભૈરવ મંદિર,
આ નગરી સુખદાયિની.
(ક્રમશ:)
