જીકે અંતાક્ષરી 48
જીકે અંતાક્ષરી 48
(૧૪ર)
રામેશ્વર છે યાત્રાધામ,
ત્યાં છે શિવનું જ્યોતિલિઁગ;
કુલુ છે સૌંદર્યધામ,
જઈને જુવો તો થશો દંગ.
(૧૪૩)
ગોમટેશ્વરમાં બાહુબલિની,
બે હજાર વર્ષ જૂની મૂર્તિ;
પણજીનું પ્રાકૃતિક સૌંદર્ય,
શરીરમાં નવી આપે સ્ફૂર્તિ.
(૧૪૪)
તિરૂપતિ જઈને દર્શન કરો,
પ્રભુ તિરૂપતિ બાલાજીનાં;
લક્ષ્મીબાઈની સ્મૃતિમાં સરો,
પ્રવાસે જઈને ઝાંસીના.
(ક્રમશ:)
