જીકે અંતાક્ષરી 34
જીકે અંતાક્ષરી 34
(૧૦૦)
હિમાલયના રાકા સરોવરથી,
નીકળીને વહે છે સતલજ;
પાકિસ્તાનમાં સિંધુને મળી,
અરબસાગરને મળવા સજ્જ.
(૧૦૧)
જલદી દોડતી બ્રહ્મપુત્રા,
તિબેટના કોંગુત્શો સરોવરથી;
બંગાળાની ખાડીમાં આવે,
સત્યાવીશસો કિમીના અંતરથી.
(૧૦ર)
થાય સિંધુનો ઉદ્ભવ જ્યાંથી,
માનસરોવર તેની નજીક;
પાકિસ્તાન પાસે અરબસાગરને,
મળતા રાખે કશી ન બીક.
(ક્રમશ:)
