જીકે અંતાક્ષરી 31
જીકે અંતાક્ષરી 31
(૯૧)
રાજસ્થાનમાં પુષ્કરનું,
પાણી મીઠું છે ખૂબ;
સાંભર સરોવર અહીં જ છે,
ખારા પાણીયે ડૂબાડૂબ.
(૯ર)
બ્રહ્મ સરોવર હરિયાણામાં,
તેનું મીઠું છે સલિલ;
ઓરિસ્સામાં ચિલ્કા સરોવર,
જાણે ખારા પાણીનું ઝીલ.
(૯૩)
લોનાર સરોવર મહારાષ્ટ્રનું,
મીઠું પાણી છે તેની શાન;
તમિલનાડુનું પુલિકટ,
ખારું પાણી તોયે મહાન.
(ક્રમશ:)
