જીકે અંતાક્ષરી 29
જીકે અંતાક્ષરી 29
(૮પ)
ગુજરાતમાં ડાંગ ટેકરીઓ,
ત્યાં સાપુતારા ગિરિમથક;
કશ્મીર રાજ્યમાં હિમાલયે,
શ્રીનગરનું સૌંદર્ય ચકાચક.
(૮૬)
કોડાઈકેનાલ પાલની પર્વતે,
રાજ્ય છે તમિલનાડુ;
હિમાલયમાં કુલુના સૌંદર્યથી,
વિચારોનું આવે ધાડું.
(૮૭)
ડેલહાઉસી હિમાલયમાં છે,
હિમાચલપ્રદેશ રાજ્ય છે;
રાજસ્થાનમાં અરવલ્લી પર,
માઉન્ટ આબુનું સૌંદર્ય છે.
(ક્રમશ:)
