જીકે અંતાક્ષરી 19
જીકે અંતાક્ષરી 19
(પપ)
ખૂબ ડોલાવે લોકોનાં સિર,
બિસ્મિલ્લાખાં શહનાઈ વગાડી;
પ્રશંસા પામે કમલા ચક્રવર્તી,
તંબૂરામાં નિજ કમાલ દેખાડી.
(પ૬)
ડોલે લોકો ‘વાહ, વાહ’ કરી,
ગુલામ સાબીરખાં વગાડે સારંગી;
રૂદ્રબીનથી રસમાં ડૂબાડે,
અસદઅલી માન બની ઉમંગી.
(પ૭)
ગિટારમાં રંગ જમાવે,
પંડિત બ્રિજભૂષણ કાબરા;
વાંસળી સાંભળવા લોકો બને,
હરિપ્રસાદ પાછળ બાવરા.
(ક્રમશ:)
