જીકે અંતાક્ષરી 11
જીકે અંતાક્ષરી 11
(૩૧)
મથક વેપારી અંગ્રેજો,
સુરતમાં શરૂ કરે;
પાદરી જોવાન બૂસ્તમેન,
છાપખાનાની ભેટ ધરે.
પ્રથમ ભારતીય પુરુષ
(૩ર)
રાકેશ શર્મા પ્રથમ ભારતીય,
અવકાશની સફરે જનાર;
સત્યેન્દ્રનાથ ટાગોર પ્રથમ,
આઈ.સી.એસ. બનનાર.
(૩૩)
રાજેન્દ્ર પ્રસાદજી બન્યા,
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ;
સરસેનાપતિ કરિઅપ્પા,
મૂંઝવે શત્રુની સઘળી મતિ.
(ક્રમશ:)
