જીકે અંતાક્ષરી 04
જીકે અંતાક્ષરી 04
(૧૦)
દરવાજો બુલંદ ઊંચો,
ફતેહપુર સિક્રીને શોભાવે;
ઊંચી મૂર્તિ ભગવાન મહાબલિ,
ગોમટેશ્વરને પ્રસિદ્ઘિ અપાવે.
(૧૧)
વુલર મોટું સરોવર,
કશ્મીરમાં પચાસ કિમી ઘેરાવો;
મોટું ઈન્ડિયન મ્યુઝિયમ,
કોલકતામાં બહોળો ફેલાવો.
(૧ર)
વખણાય હોટલ ઓબેરોય,
મુંબઈમાં ખૂબ તેની શાન;
ઘુમ્મટ મોટો ગોળગુંબજ,
બીજાપુરને બનાવે મહાન.
(ક્રમશ:)
