જીકે અંતાક્ષરી 02
જીકે અંતાક્ષરી 02
(૪)
કહેવાય ગંગા લાંબી નદી,
માતા જેવું અપાય છે માન;
હીરાકુંડ સૌથી લાંબો બંધ,
ઓરિસ્સા રાજ્યમાં તેનું સ્થાન.
(પ)
નથી પાર વરસાદનો,
ચેરાપુંજી ને મોનસિરમ;
ઊંચો ટાવર ગોપુરમ્,
રંગનાથ મંદિર, શ્રીરંગમ્.
(૬)
મિનારો ઊંચો કુતુબમિનાર,
દિલ્હીમાં બસો આડત્રીસ ફૂટ;
કબર મોટી તાજમહાલ,
જેનો પ્રેમીઓ સાથે નાતો અતૂટ.
(ક્રમશ:)
