જિદ્દી બાળક
જિદ્દી બાળક
આંગળી પકડો મારી નહીંતર હું ખોવાઈ જઈશ,
ખભા પર બેસાડો નહીંતર હું બધું ભૂલી જઈશ.
મને બે કે ત્રણ રૂપિયા આપો નહીંતર હું વેચાઈ જઈશ,
મને માર મારો નહીંતર હું તો બગડી જઈશ.
તમે રહો પાસ મારા નહીંતર હું મારો ભાવ ખોઈ દઈશ,
મને તમારું ગજવું તપાસવા દો નહીંતર હું મમ્મીને કહી દઈશ.
મને સાઇકલની પાછળ બેસાડો નહીંતર હું થાકી જઈશ,
મારા સાથે તમે પણ હસી લો નહીંતર હું બધું જાણી લઈશ.
મને પેલી વસ્તુ લઇ આપો નહીંતર હું રિસાઈ જઈશ,
મને પપ્પા ચરણ સ્પર્શ કરવાં દો નહીંતર હું મારા સંસ્કાર ભૂલી જઈશ.
હા, પપ્પા આંગળી પકડો મારી નહીંતર હું ખોવાઈ જઈશ,
ખભા પર બેસાડો નહીંતર હું બધું ભૂલી જઈશ.