STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Tragedy

4  

Aniruddhsinh Zala

Abstract Tragedy

ઝૂલતા પુલમાં ઝૂંટવાઈ જિંદગીઓ

ઝૂલતા પુલમાં ઝૂંટવાઈ જિંદગીઓ

1 min
269

સંવેનદનાઓ છલકાઈ જોઈ અંધારી આફત આજ મોરબી તણી 

દ્રવી ઊઠ્યું હૃદય અરેરાટી વ્યાપી અનેક હૃદયમાં જોઈ ઘણી,


કોઈ શ્રાપનો પ્રભાવ ગણે, તો કોઈ ગણે આ માનવોની બેદરકારી 

લૂંટાઈ આખરે તો નાનાં ભૂલકાંની ઊગતી જિંદગીઓ ઘણી, 


ધરા પણ કંપી ઊઠી સાંભળી, દર્દનાક ચીસો ડૂબતાં બાળકોની 

મચ્છુ બની આજ જીવ લેનારી, કહેવાતી એ સદા નદી ગોઝારી ઘણી,


સ્વાર્થમાં વિચાર્યુ જ ક્યાં કોઈએ, કેપેસીટી આ ઝૂલતા પુલની 

બેદરકારી તો ધ્યાને આવી, દરેકની લોકોને પાછળથી ઘણી,


ખુશીઓ રોળાઈ જેનાં સ્વજન ગયાં અકાળે જળમાં તરફડી રૂંધાઈ 

ડૂસકાંથી ગુંજતી રહેશે મોરબીમાં હવે વેરાન રાતો ઘણી,


' રાજ' વિનવે ઈશ્વરને વ્યાકુળ થઈ, અરજ સૂણજો પ્રભુ 

મચ્છુને મનાવી ભવિષ્યમાં જોજો, અનર્થ આવો કદી ન થાય ફરી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract