STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

2  

Bhavna Bhatt

Tragedy

ઝાંઝર....

ઝાંઝર....

1 min
965




આજે અચાનક હાથમાં આવ્યું આ ઝાંઝર,

યાદોનો પટારો ખોલી ગયું આ રૂડુ ઝાંઝર.


ખૂબ જ પ્રેમથી તારા જન્મ દિવસે પહેરાવ્યુ ઝાંઝર,

જોતા જોતામા પ્રેમ લગ્ન કરી ચાલી ગઈ સાસરે.


મંજૂર રાખ્યા તારા લગ્ન, તોય તે મોટી ભૂલ કરી,

છુપાવ્યું તે અમોથી, પાત્ર પસંદગીમા મોટી થાપ ખાધી.


ના કરવાનું પગલું ભરી, એકલા મુકી જતી રહી,

આટલી ઉતાવળ શું કરી?? યાદમાં રહ્યું ઝાંઝર.


ઝાંઝર જોઈ જોઈને અમારે જીવતર વીતાવવુ,

કોને કહેવી આ વ્યથાભરી વાતલડી.


લાડકોડનુ એક રહ્યું સંભારણું એક ઝાંઝર,

ભાવનાથી ભરેલુ આ દુઃખદ નજરાણું ઝાંઝર....




Rate this content
Log in

Similar gujarati poem from Tragedy