ઝાકળને જરા ઝોકું લેવા દો
ઝાકળને જરા ઝોકું લેવા દો
ઝાકળને જરા ઝોકું લેવા દો
સૂરજને જરા મોડું આવવા દો,
ઝાકળ ઊઠે પછી પધારવા દો
સૂરજના કિરણોમાં
ઝાકળને ચમકવા દો,
ઝાકળને ઝગમગવા દો
ઝાકળને ઘાંસ પર રમવા દો,
વાદળ બોલાવે ત્યારે
સૂરજના કિરણો પર સવાર થવા દો,
અંબરનાં ઓટલે આટલવા દો
ત્યાં સુધી ચૂપકી સેવવા દો,
ને ઝાકળને
એંજલની ચાદર નીચે જરી
ઝોકું લેવા દો.
