Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Comedy Action Fantasy

4.0  

Zalak bhatt

Comedy Action Fantasy

જગ્યા !

જગ્યા !

2 mins
229


ઝાડ ગયું ને જગ્યા થઈ,

ને જગ્યા એણે લીધી

જગ્યામાંના પાન-ડાળની,

લેતી-દેતી કીધી,


ફળતો વેચ્યા બમણાં ભાવે,

મૂળને પણ ના છોડયાં

ખાદ-ખુદાઈ કરી દઈને, 

સ્તંભો એણે ખોડયાં !


સિમેન્ટના એ સ્તંભો એ

 માટીને દીધી મારી

પંખ, પતંગ વિચારે મારી,

ક્યાં ગઈ રે’ ફૂલવારી ?


ગાડાની બદલામાં ત્યાં, 

હવે જ્યાં દેખાયાં ક્રેન

પ્રકૃતિ એ પટરી બનાવી,

પલટી નાંખી ટ્રેન,


બિલ્ડર આવ્યાં ફ્લેટ બનાવ્યાં, 

ફ્લેટમાં હતી બારી

તે બારીમાં આવીને,

બેસે કાબર કલબારી !


પોપટ પૂરાયો પાંજરે ને,

કાચબો ઘરમાં ભટકે

ચકલીના માળા તો બ્હારે, 

શોભા કરવા લટકે,


ખિસકોલીના ખિલખિલાટનો,

ના સંભળાતો સાદ !

ગાય-ભેંસના ભાંભરવાની,

આવતી તમને યાદ ?


બકરી ને ઘેંટાનું પેલું,

બે-બે મેં-મેં ભોળું

મોબાઈલના ગુગલમાં,

કોને-ક્યારે એને ખોળુ ?


વાંક એનો ના જેણે આવી,

ઝાડ-પાન ને તોડયાં

એ પણ ગુનેગાર કે જેણે,

તેના રસ્તે જોડયાં,


લીલેરા ખેતરમાં ફાવ્યું,

ઝૂપડુંના મજાનું

ચપટીભર કિંમતમાં વેચ્યું,

ખુદનું ઈજ્જતનામું !


12 ફૂટ ની 4 ટાઈલ્સમાં,

ચોકડી-મીંડુ રમતાં

યાદ કરે છે કેવા વાડે, 

ઝાડે-ઝાડે ચઢતાં ?


બારી માંહે તુલસી ક્યારો,

ખાદ મોંઘેરું માંગે

તેથી લઈ શો-પીસ તે 

ઘર ના ખૂણે-ખૂણે બાંધે !


ઘર માં કરવા સુગંધ 

અરેરે! ધૂપ ખોળી લાવ્યો

યાદ છે ફૂલનો બાગ એ જે

 તે બાળપણમાં બનાવ્યો ?


માભો મારવા માટે ભાઈ

અત્તર કેવું છાંટયું ?

લાગે નહિ કે કપડાં માંહે

ફૂલ કોઈ છે દાટયું !


માનવ બન્યો સ્વાર્થી, 

એમાં કુદરતનો શો વાંક ?

કે ઘરની ભીંતે ખીલ્લી ખોડી,

દ્રશ્ય તેનું તું ટાંક,


હામ હોય તો હાલ આજથી, 

કર કુદરતનો કરાર

કે મારે કાજે કંકર-પત્થર, 

તને કષ્ટ દેશું ના ધરાર,


હો લગ્ન કે જન્મદિન,

હું વૃક્ષ-છોડ ને વાવીશ

ને મારા ઘરનું બાળ બનાવી,

તેને સદા સંભાળીશ,


એના ઉગતાં કાબર-કોયલ,

આવશે તારે દ્વારે

અન્ય ને નૈ ખોજવા પડે,

ભૈ ગૂગલ ને સહારે,


શરદી, ગરમીને પાનખરનું 

શિક્ષણ સુદ્ધાં તે દેશે

તારા દીકરા ભણવામાં

 હે! અવ્વલ નંબર લેશે,


જેનું લીધું તેને આપો,

કરતાં શીખશે દાન

ને સમાજ માં મળશે, 

તમને તો મોંઘેરું માન,


પ્લાસ્ટીક,રબર છોડો,

એલા માટી, ખાદી અપનાવો

સેમ્પલ લઈને વઈ ગયો જો

પેલો ખાખી વાળો બાવો !


સમજદાર સમજે ને ભૈ ?

જો હો તો સમજી જાઓ

લાખો-અબજોની દૌલત ને

ચપટી ધૂળમાં તો ન મિલાવો,


ખુદ ને કરવા બુલંદ તે

કુદરત ને કેવી પછાડી ?

છતાં તારે કાજે આજે

એ દે છે તાળી પાડી !


શાને કાજે હેત આવડું ?

શાને કાજે દાન ?

બાપુ બન્યો તોયે છોરો

છે તારો નાદાન ?


દાદા વાવે, બાપા લણે

ને તે દીધું ઉખાડી ?

દાદા,બાપા નો ફોટો દેખી

તારે છોરે તાળી પાડી !


ફાર્મ હાઉસ નું વિચારી રહી

ભૈ તારી આ ઘરવાળી !

શરમ હોય તો માલિકમાંથી

થઈ જા પાછો માળી,


ઝાડ ગયું જે જગ્યા થઈ

ને જગ્યા એણે લીધી

જગ્યામાંની જાન તણી

તે લેતી-દેતી કીધી ?


Rate this content
Log in

Similar gujarati poem from Comedy