STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

જગતનો તાત

જગતનો તાત

1 min
194

આપણું લોકપ્રિય સૂત્ર ભલે, “જય જવાન જય કિસાન’ છે

પણ સામાન્ય ખેડૂતની હાલત તો હજી પણ ખેદાન મેદાન છે,


નીચે દુનિયામાં વ્યાજખોરો ચૂસી લે છે કિસાનોનું લોહી

તો ઉપર અનિશ્ચિતતા ભર્યા આસમાનનું પણ આહવાન છે,


પૂરી દુનિયાનો પેટ ભરતો હોય છે જગતનો તાત ખેડૂત

હવે ખેડૂતની ગરીબીનું પણ શોધાઈ રહ્યું સમાધાન છે,


હરિત ક્રાંતિની સાથે શ્વેત ક્રાંતીમાં પણ છે કિસાનોનો ફાળો

આસ્તે આસ્તે તેઓ આત્મનિર્ભરતાનું મેળવી રહ્યા બહુમાન છે,


કિસાનોની મહેનત થકી બની રહ્યા છીએ આયાતકારમાંથી નિકાસકાર

ટેકનોલોજી અપનાવી છે ત્યારથી કિસાનનું દેખાઈ રહ્યું ઉત્થાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract