જેઠ
જેઠ


વરસતી વાદળીની રાહમાં રહ્યો તરસ્યો
ઊકળ્યાં જેઠ માસે અંગ પ્રસ્વેદ વરસ્યો,
ગ્રીષ્મ ઊનો વૈશાખ ઉતર્યે આવ્યો જ્યેષ્ઠ
કેસર હાફુસ આંબલિયે આમ્રફળ વિશિષ્ઠ,
વિભાકર વૃષભ ચંદ્ર જ્યેષ્ઠ નક્ષત્ર પૂનમે
ભીમ એકાદશીએ પાયદ નીર ભરવા નમે,
દિયર વહુ જેઠાણી વિના આ બિચારો જેઠ
બળબળતી બપોરે ખેડુને કરાવે અતિ વેઠ,
ક્યાંક ગાજશે ઊંડે આદ્રા આશમાં વરસાદ
જેઠ ઉતર્યે લાવશે રથ અષાઢનો પરસાદ.