STORYMIRROR

imran cool *Aman* Poetry

Romance

3  

imran cool *Aman* Poetry

Romance

જાણે મને એમ બોલાવે..!

જાણે મને એમ બોલાવે..!

1 min
163

મને આ સુહાની રાત બોલાવે,

સાજીશ કોઈ હોય પ્રેમની, જાણે મને એમ બોલાવે..!


ચાંદીની કિરણોથી આ કોનો હાથ બોલાવે,

સુંદર સપનાનો વરઘોડો લઈ ને આવ જાણે મને એમ બોલાવે..! 


'મને આ સુહાની રાત બોલાવે..'


કાળા વાદળોમાં છૂપાવેલો, જાણે કોઈ ચહેરો બોલાવે,

રાતની હોય રાણી, જાણે મને એમ બોલાવે..!


ચાંદની રાત મહેકાવે જાણે રૂપાળી કોઈ તસ્વીર બનાવે,

પૂનમનો ચાંદ ખીલ્યો છે એવો જાણે કોઈ હસીન ચહેરો બોલાવે..!


મને આ સુહાની રાત બોલાવે..


ઝૂમતી આ ચંચળ હવા મારા કાનોમાં કાંઈક એમ બોલે,

ચલ રાત આવી છે મસ્તાની, જાણે મને એમ કહી બોલાવે..!


કાળી રાત જાણે વિખરાયેલી કોઈની લટ 'અમન' ને બોલાવે,

મિસરી જેવા મીઠાં હોઠ ચાખવા જાણે મને એમ બોલાવે..!


મને આ સુહાની રાત બોલાવે..


Rate this content
Log in

Similar gujarati poem from Romance