STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

જાણે આખું બ્રહ્માંડ લીન છે

જાણે આખું બ્રહ્માંડ લીન છે

1 min
388

આ સંગીતના સુરે સૌ રમે રાસ,

સૌના ઉરે છે આજે આનંદનો ઉજાસ,


આ દિવસોમાં કરે સૌ માતાની આરાધના,

કરી રહ્યા છે સૌ ભક્તિ બની માતાના દાસ,


એકમેકનાં સથવારે સાથે મળી રમે છે સૌ રાસ,

જાણે નફરતનો થઈ ગયો આજે નાશ !


એકમેકની ભૂલો ને ભૂલી સૌ રમે રાસ,

જાણે દરેકની અંદર થઈ ગયો ઈશ્વરનો વાસ !


ખુશી ખુશી એકબીજાને તાળીઓ આપી સૌ રમે રાસ,

જાણે ધરતી પર સ્વર્ગનો થયો અહેસાસ !


ફક્ત માનવી જ નથી લેતો તલ્લીન થઈ રાસ,

જાણે આખું બ્રહ્માંડ લીન છે આજે રમવા રાસ !


દરેક આપી રહ્યા છે પ્રેમનો પ્રતિસાદ, લઈ સાથમાં રાસ,

લાગે જાણે એવું, દુનિયા છે પાઠ શાળા,

સૌ ભણી રહ્યા છે આજે પ્રેમનો તાસ,

ધરતી પર આજે પ્રેમથી રમી રહ્યા છે સૌ રાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract