STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

જાગરણ

જાગરણ

1 min
26.9K


તારી યાદોના જાગરણમાં,

રાતના પણ અગણિત ટૂકડાં,

થઈ ગયા,

કયા ટૂકડામાં કઈ યાદ છે,

એ પણ ખબર નથી પડતી.


જેની હું મારા જાનથી પણ,

વધારે જતન કરુ છું,

કે એ યાદોને હવે મારી પાસેથી,

કોઈ ઝૂંટવી નાજાય,

તારી યાદો ને હું મારા,

અંતર માં સમાવુ છુ.


આજ તારી રાહ,

જોઈ જોઈને હુ હારી,

જ્યાં મેં જમીન પગથી,

ખોતરી ત્યાં સંવેદનાના,

ફુવારા ઉડયા.

નહોતી ખબર કે ત્યાં,

સંવેદનાના લિસોટા,

ઘર કરી ગયા હશે.


તારી સાથેની નિખાલસતાનો,

સતત ગુંજારવ થતો હોય,

એવુ સાનિધ્ય હું હંમેશા ઈચ્છુ છુ.


તારા બે બોલ સાંભળવા હું,

હંમેશા ઝંખુ છું,

પ્રત્યેક બોલાયેલા શબ્દો,

પર તારા સ્મિતની,

અમિત છાપ હોય છે.


વરસોના અથાગ પ્રયત્નો પછી,

મને મળેલ અમૂલ્ય મોતીની,

વાત જ કંઈ ઓર છે.


તારુ ઝાકળ જેવુ મુખ,

જોવા હુ હંમેશા તલસુ છુ,

વારંવાર ભીંના હોઠ પર,

જીભ ફેરવીને પલકારા,

મારતા તારા હાસ્યને,

હું ચોરીચોરી જોયા કરુ છું.


સતત તારી યાદો માં રહેતી,

હુ તારા મા રહેવા માગુ છું.

તારી યાદોના જાગરણમાં,

રાતના પણ અગણિત ટૂકડાં,

થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance