જાદુઈ છડી
જાદુઈ છડી
જડી એક અણમોલ કડી,
ને જીવન બદલાઈ ગયું,
જાણે ફરી ગઈ જાદુની છડી,
ને જીવન બદલાઈ ગયું,
પડી હતી એક શીલા સમાણી,
ગુરુચરણની રજ પડી,
ને જીવન બદલાઈ ગયું,
લોઢાના ચણા સમું જીવન હતું,
ત્યાં પારસમણિનો સ્પર્શ થયો
ને જીવન બદલાઈ ગયું,
એક પથ્થર બની ઠેબે ચડતી,
એક શિલ્પીને હાથ ચડી,
ને જીવન બદલાઈ ગયું,
રખડું વાદળ જેવું મન હતું નંદી,
ઈશ્વર ચરણે સમર્પિત થયું,
ને જીવન બદલાઈ ગયું.
