STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy Tragedy

3  

Vrajlal Sapovadia

Comedy Tragedy

ઇતિહાસ

ઇતિહાસ

1 min
30

અમ લખ્યે બને ઇતિહાસ 

હોય ભલે કાલનો ઉપહાસ,


લખવાનું આમ તો તથ્ય 

મારી મરોડી કરીયે પથ્ય,


ક્યારેક ચડાવી દઈએ રંગ 

પછી ભલેને થઈ જાય જંગ,


ભલે પછી મર્યા હોય ખુવાર 

જીતાડી દઈએ તારીખ વાર,


જીતનારને દઈએ હરાવી 

ને જીવતાને દઈએ મરાવી,


જન્મ્યા હોય ખૂંખાર ગુનેગાર

પૂજવાનો ચીતરીને અવતાર,


લખીએ હજાર ખોટી વાત 

બની જાય એ સાચી વાત,


અમ લખ્યે બને ઇતિહાસ 

કરો બંધ લખ્યું થાય હાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy