અમથો અમથી
અમથો અમથી
ડોબા જેવા માણસ પાસે આવી અમથી,
ડંફાસો સાંભળતા ત્યાંથી ભાગી અમથી,
ચાલો પાડ્યું નામ હવે એનું અમથો કે,
ઈશ્વર ઈચ્છા સાથે જોડી જામી અમથી,
વાંધા વચકા ભૂલી આશિષ આપો એને,
આણામાં તો આશા રોપી લાવી અમથી,
ગરબડ ગોટાળા ને ઝગડો થાતો લાંબો,
ભોળા પારેવાં ત્યાં માંગે માફી અમથી,
દાધારંગી અમથી, અમથાને મન વ્હાલી,
વ્હાલ ઘણું વરસાવે અમથું પાછી અમથી,
કાલીઘેલી વાતો કરતાં સમજણ આવી,
ભવપાર હવે કરશે અમથો, સાથી અમથી,
કાચી સમજણ પાકી થાતી જ્ઞાની સંગે,
લોકોની વાતો ભૂલીને ફાવી અમથી.
