STORYMIRROR

Rekha Patel

Comedy Others

4  

Rekha Patel

Comedy Others

બનાવે એપ્રિલ ફૂલ

બનાવે એપ્રિલ ફૂલ

1 min
286

ખાંડ વગરની ચા બનાવે એપ્રિલ ફૂલ, 

ચાસણી વગરની મીઠાઈ બનાવે એપ્રિલ ફૂલ. 

અર્થ વગરનું હાસ્ય બનાવે એપ્રિલ ફૂલ, 

નાણાં વગરનો નાથીયો બનાવે એપ્રિલ ફૂલ. 


પ્રિયાને ગુલાબનું ફૂલ બનાવે એપ્રિલ ફૂલ, 

પ્રિતમનો દિલાસો બનાવે એપ્રિલ ફૂલ. 


જરાક અમસ્તી મજાક બનાવે એપ્રિલ ફૂલ, 

કોઈને મૂરખ કહીને બનાવે એપ્રિલ ફૂલ. 


પોતાનાં કાયદાઓ બનાવે એપ્રિલ ફૂલ, 

ના સમાજનો ડર બનાવે એપ્રિલ ફૂલ. 


દોડાવી લોકોને બનાવે એપ્રિલ ફૂલ, 

હામાં હા મેળવી બનાવે એપ્રિલ ફૂલ. 


ક્યારેક તો સમજશે કેમ બનાવે એપ્રિલ ફૂલ ? 

પલભરનું હાસ્ય બનાવે એપ્રિલ ફૂલ. 


હાસ્યનો દરબાર ભરી બનાવે એપ્રિલ ફૂલ, 

વલવલતી વેદનામાં બનાવે એપ્રિલ ફૂલ. 


"સખી" હથેળીની રેખા જોઈ બનાવે એપ્રિલ ફૂલ, 

વિધાતાને પણ બાજુએ રાખી બનાવે એપ્રિલ ફૂલ. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy