STORYMIRROR

Prafulla R Brahmbhatt

Comedy Others

4  

Prafulla R Brahmbhatt

Comedy Others

હસતા રહો

હસતા રહો

1 min
300

મેઘ વરસવાનું બંધ કરશે તો, અન્ન-જળ મળતું બંધ થઈ જશે,

સૂરજ ઉગવાનું બંધ કરશે તો, ધૂપ-છાંવ મળતાં બંધ થઈ જશે.


ચંદ્ર નીકળવાનુ બંધ કરશે તો, અજવાળું મળતું બંધ થઈ જશે,

પવન લહેરાવવાનું બંધ કરશે તો, શીતળતા મળતી બંધ થઈ જશે.


તારલા ઝબકવાનું બંધ કરશે તો, આ આકાશ સૂનું-સૂનું થઈ જશે,

અગ્નિ પ્રગટવાનું બંધ કરશે તો, દિવ્ય જ્યોત મળતી બંધ થઈ જશે.


એપ્રિલ ફૂલ રમવાનું જો બંધ થશે તો, હસતાં રહેવાનું પણ બંધ થઈ જશે, 

હસતાં રહેવાનું જો બંધ થશે તો,જાત-જાતના રોગો ઘર કરી જશે. 


'એપ્રિલ ફૂલ' રમતની ગમ્મત થતી રહેશે તો 

'હસે તેનું ઘર વસે' એ કહેવત સાર્થક થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy