Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prafulla R Brahmbhatt

Others

3  

Prafulla R Brahmbhatt

Others

કપટ ભરેલી જિંદગી

કપટ ભરેલી જિંદગી

1 min
138


કપટ ભરેલી જિંદગી તારી,

શાને કરે અભિમાન,

એક દિ તારે જાવું પડશે,

પ્રભુ કેરા ધામ,

માનવ ! તું માનવ થાને,

પ્રમાણિકતાને પંથે જા ને,


છળકપટથી રાવણ રાજે,

હરી સીતા માત,

ચપટીમાં એની બળી લંકા,

સિધાવ્યો સીધો ધામ,

માનવ ! તું માનવ થાને,

પ્રામાણિકતાને પંથે જાને,


દુર્યોધને પ્રપંચ કરીને,

પડાવ્યું પાંડવ રાજ,

દ્રૌપદીનાં ચીર હરીને,

માથે વહોર્યું પાપ,

માનવ ! તું માનવ થાને,

 પ્રામાણિકતાને પંથે જાને,


પ્રપંચ કરી, ઈર્ષા કરી,

ભોગવે આજે તું પાપ,

સચ્ચાઈભરી આ જિંદગી જીવી,

પુણ્યનું ભાથું બાંધ,

માનવ ! તું માનવ થાને,

પ્રામાણિકતાને પંથે જાને.


Rate this content
Log in