મંજરી મ્હોંરી રહી
મંજરી મ્હોંરી રહી
1 min
380
સૈયર આંબે તે મંજરી મ્હોંરી રહી
કે આવ્યા વસંત કેરા વધામણા જી રે
વધામણા જી રે
સૈયર વસંતે કોયલ ટહુકી ઉઠી
કે મને સાંભળવાનું મન થાય હોજી રે
મન થાય હો જીરે
સૈયર પાંદલડે પ્રીતિ પાંગરી ઉઠી
મને હસવાનું મન થાય હો જીરે
મન થાય હો જી રે
સૈયર બાગમાં તે ફોરમ મહેંકી ઉઠી
જાણે પ્રકૃતિએ સજયા શણગાર હો જી રે
શણગાર હો જી રે
