શહીદોના બલિદાન
શહીદોના બલિદાન
ત્રીસમી તારીખ ને જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ,
શુક્રવાર ને સંધ્યા ટાણે ચીસ એક સંભળાઇ,
હિંદનો સૂરજ બુઝાયો મહાત્મા ગાંધી ખોવાયો,
હિંદનો સૂરજ બુઝાયો ગાંધીબાપુ ખોવાયો.
અણસમજુ લોકોએ ગોળી મારી લીધા બાપુના પ્રાણ,
હા...લીધા બાપુના પ્રાણ,
હિંદનો સૂરજ બુઝાયો મહાત્મા ગાંધી ખોવાયો,
હિંદનો સૂરજ બુઝાયો ગાંધીબાપુ ખોવાયો.
પંદરમી તારીખ ને ડિસેમ્બર ઓગણીસો પચાસ,
ઝવેર પટેલનો સપૂત એવો સરદાર જેનું નામ,
હિંદનો સૂરજ બુઝાયો સરદાર વલ્લભ ખોવાયો,
હિંદનો સૂરજ બુઝાયો સરદાર વલ્લભ ખોવાયો઼.
>
અખંડ ભારતના ઘડવૈયાએ બનાવ્યું અખંડ ભારત,
હા... બનાવ્યું અખંડ ભારત,
હિંદનો સૂરજ બુઝાયો સરદાર વલ્લભ ખોવાયો,
હિંદનો સૂરજ બુઝાયો સરદાર વલ્લભ ખોવાયો.
ત્રેવીસમી તારીખ ને માર્ચ ઓગણીસો એકત્રીસ,
ઈન્કલાબ ને જિંદાબાદનો ગજવ્યો ઘેરો નાદ,
હિંદનો સૂરજ બુઝાયો વીર ભગતસિંહ ખોવાયો,
હિંદનો સૂરજ બુઝાયો વીર ભગતસિંહ ખોવાયો.
રાજગુરુ ને સુખદેવ સૌએ ઉગાર્યો ભારત દેશ હા,
હા... ઉગાર્યો ભારત દેશ,
હિંદનો સૂરજ બુઝાયો વીર ભગતસિંહ ખોવાયો,
હિંદનો સૂરજ બુઝાયો વીર ભગતસિંહ ખોવાયો.