સાદ કરે છે દેશ
સાદ કરે છે દેશ
1 min
181
માભોમને આઝાદ કરવા,
સાદ કરે છે દેશ,
અંગ્રેજોના પાશમાંથી છૂટવા,
સાદ કરે છે દેશ,
સપૂતોને સંગ્રામ કરવાને,
સાદ કરે છે દેશ,
વીરોને વિપ્લવ કરવાને,
સાદ કરે છે દેશ,
બંધનની બેડી તોડવાને,
સાદ કરે છે દેશ,
જીતનો આ જંગ ખેલવાને,
સાદ કરે છે દેશ,
દેશપ્રેમ જગાવવા,
સાદ કરે છે દેશ,
તિરંગો લહેરાવવા,
સાદ કરે છે દેશ,
શહીદોને સલામ કરવા,
સાદ કરે છે દેશ.
