મારું પ્યારું વતન
મારું પ્યારું વતન
1 min
147
મારુ વ્હાલું છે, મારું પ્યારું છે,
મારું અનોખું છે,
એવું મારું પ્યારું વતન,
એવું મારું ભારત વતન,
ભારત ભૂમિ પર જનમ લીધો છે,
રણભૂમિની રક્ષા કાજે,
ભારતમાના રક્ષણ માટે,
સર્વે સૈનિક આજે,
રક્ષા કાજે રે, મા ભોમ માટે રે,
ડગલા માંડે છે,
એવું મારું પ્યારું વતન,
એવું મારું ભારત વતન,
ગાંધીજી અને સરદાર જેવા,
ભગતસિંહ ને રાજગુરુ જેવા,
એવા સપૂતોએ બલિદાન દીધા,
ભારતમાને આઝાદ કરવા,
દુનિયામાં આજે ડંકો વાગે છે,
મારા વતનનો આજ,
એવું મારું પ્યારું વતન,
એવું મારું ભારત વતન.
