ઈશ્વરની કૃપા થકી બધું શક્ય છે
ઈશ્વરની કૃપા થકી બધું શક્ય છે
લખી શકું છું ઈશ્વરની પ્રકૃતિને શબ્દોમાં,
બસ ઈશ્વરની કૃપા થકી જ લખી શકાય છે,
બોલી શકું છું હું લાખોની મેદનીમાં પણ,
બસ ઈશ્વર કૃપાથી જ સઘળું થાય છે,
આપી શકું છું અડધામાંથી અડધું હું,
બસ ઈશ્વર કૃપા થકી જ આ શક્ય છે,
મુશ્કેલીનો ડર નથી મને હવે, ઈશ્વર મારે સાથ છે,
બસ ઈશ્વરની કૃપા થકી જ આ અહેસાસ થાય છે,
માગેલું તો મળે છે, પણ વણમાગ્યું પણ મળી જાય છે,
ઈશ્વરની કૃપા તો ક્યાં શબ્દોમાં વર્ણવી શકાય છે,
ઉત્તમ વિચારો મનમાં જન્મે છે રોજ,
આ ઈશ્વરની કૃપા થકી જ તો સઘળું થાય છે,
રહેવા માટે ઘર છે, ખાવા માટે અનાજ છે,
પહેરવા માટે કપડાં છે, તંદુરસ્ત શરીર છે,
પ્રેમાળ પરિવાર છે,
બસ ઈશ્વરની કૃપા થકી જ તો બધું શક્ય છે.
