ઈશ્વરની કૃપા અદ્ભૂત છે
ઈશ્વરની કૃપા અદ્ભૂત છે
ઝરમર ઝરમર વરસાદમાં મનમોહક બન્યું આજનું વાતાવરણ,
ચમેલી અને મોગરા એ કર્યા જાણે શ્વેત વસ્ત્રો ધારણ !
ક્યાંક કોઈ મકાઈની મજા માણી રહ્યા છે,
તો ક્યાંક કોઈ ઈશ્વરની કૃપાને જાણી રહ્યા છે,
ટીપ ટીપ વરસતા વર્ષા બુંદો જાણે અદ્ભૂત સંગીત વગાડી રહ્યા છે !
જાણે ઈશ્વર અજ્ઞાનની ઊંઘમાં સૂતેલા આદમીને જગાડી રહ્યા છે !
ક્યાંક કોઈ બાળક પાણીમાં હોડી તરાવી રહ્યું છે,
તો ક્યાંક કોઈ આનંદ વિભોર બની ઉદાસીને ફગાવી રહ્યું છે,
ક્યાંક કોઈ પ્રેમીજન હાથમાં હાથ લઈ,
જન્મોજન્મ સાથે રહેવાનું વચન આપી રહ્યું છે,
તો ક્યાંક કોઈ આંખોમાં નવા સપન આપી આંજી રહ્યું છે.
જાણે બાગે ફૂલો ખિલખિલાટ હસી રહ્યા છે !
ભ્રમરની વાતોમાં જાણે ટાપસી પૂરી રહ્યા છે !
ધરતી પર જાણે જન્નતનો અહેસાસ થાય છે !
જાણે ! ઈશ્વર ખુદ ધરતી પર આવ્યા હોય એવો આભાસ થાય છે !
