Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

ઈશ્વર

ઈશ્વર

1 min
174


જાગતો ઈશ્વર, જીવતો ઈશ્વર,

માણસ પાસે નામનો ઈશ્વર,


જીવતું સ્વપ્ન ઊંઘતું જીવન

ઘોર તંદ્રામાં પોઢે ઈશ્વર,


ટાંટિયા ખેચી ઉપર ચઢતો

ભમમ દઈને પાડે ઈશ્વર,


તારો ઈશ્વર, મારો ઈશ્વર,

અંદર અંદર ઝગડે ઈશ્વર,


તારા મહી જુવે તું તો

બેઠો મારો એજ ઈશ્વર,


પરમ ઈશ્વર, પાવન ઈશ્વર,

તારા લીધે પતિત ઈશ્વર,


હું ને તું મેલી દઈએ તો

ઊઠે આપણી અંદર ઈશ્વર,


ઘેનની ગોળી પીવડાવી ને

સૂવાડ્યો છે આપણે ઈશ્વર,


જરા જગાડો પાણી છાંટો

સૂઈ ગયો છે આપડો ઈશ્વર,


મંદિર ઈશ્વર, મસ્જિદ ઈશ્વર,

ઘરે તારા હિંચકે બેઠો ઈશ્વર,


જો તું જલ્દી જલ્દી અંદર

ઘરમાં બેઠો તારો ઈશ્વર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract