હું, સૂર્યાસ્ત અને તું
હું, સૂર્યાસ્ત અને તું
આંખોથી કંઈક છાનું રહી ગયું,
સપનું એ કોરુંધાકોર રહી ગયું !
લઈને ગયા'તા છેક નિંદર સુધી,
થોડુંક જાણે એ છેટું રહી ગયું !
જતનથી સાચવીને રાખ્યું હતું,
હૈયાં ખૂણે સ્મરણમાં રહી ગયું !
જરા ઊગવું ને જરા આથમવું,
જરા ગમતું દિલમાંજ રહી ગયું !
હતા સાથે "હું, સૂર્યાસ્ત અને તું,"
ઝીલ કિનારે એ રમતું રહી ગયું !

