હું લાજવાબ છું
હું લાજવાબ છું
ક્યારેક હું સ્વભાવે ચંચળ તો ક્યારેક હું લાગતી શરમાળ છું,
ક્યારેક હું લાગતી તોફાની તો ક્યારેક હું સ્વભાવે શાંત પણ છું,
ક્યારેક હું સાવ નાનું બાળક તો ક્યારેક હું અનુભવે પણ વૃદ્ધ છું,
ક્યારેક પ્રકૃતિએ શાંત જુઓ તો ક્યારેક જોઈ મને આક્રમક સ્વભાવ છું !
ક્યારેક હું કૃષ્ણ સમાન સરળ તો ક્યારેક હું રામની જેમ ધીર-ગંભીર છું,
ક્યારેક હું દુઃખની વહેતી નદી તો ક્યારેક સુખથી છલકાતો સાગર છું,
ક્યારેક હું અધૂરી નવલકથા તો ક્યારેક હું પૂર્ણ વાર્તાનું સ્વરૂપ છું,
ક્યારેક હું મિત્ર સુદામા સમાન તો ક્યારેક હું શત્રુ રાવણ સમાન છું,
સાચું કહું ! જેવી પણ છું એવી હું તો લાજવાબ છું.
