હું કોને કહું
હું કોને કહું
હું કોને કહું મારા મનની વાતો,
હું કોને કહું મારા હંમેશા હસતાં રહેતા ચહેરા,
પાછળ છૂપાયેલ આંખોની ભિનાશને
કેમકે હંમેશા હસવું હસાવવું કેટલુું અઘરું છે,
એ તો કરવાવાળા જ જાણે....
હું કોને કહું મારા મનની વાતો,
કે બીજાની ભૂલો જતી કરી
બીજાની ભૂલોને પોતાની ભૂલ માનવી,
હું કોને કહું મારા મનની વાતો
કે બીજાના જીવનના ઉજાસ માટે
પોતે લીધેલ અવગણના....
હું કોને કહું મારા મનની વાતો
કોઈ ને કોઈ રોજના નવા એક કારણથી
રોજે ભીંજાતી મારી આંખોનું રોકાણ કયારે એમ,
હું કોને કહું મારા મનની વાતો,
હું કોને કહું મારી ઉદાસી અને ખુશીનું કારણ
હું કોને કહું મારા મનની વાતો.
