STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

હું હવે શું કરૂં?

હું હવે શું કરૂં?

1 min
213

દિલમાંથી તેની તસ્વીર હું દૂર ન કરૂં તો શું કરૂં ?

મારા દિલ ઉપર પથ્થર ન રાખું તો હું શું કરૂં ?

તે રમી રહી હતી મારી સાથે શતરંજની ચાલ,

હું તેને હવે નફરતની નજરે ન જોઉં તો શું કરૂં ?


આ દર્દની પીડા જીવનમાં ન સહું તો હું શું કરૂં ?

ગમગીનીના આંસુઓ હું વહાવું નહીં તો શું કરૂં ?

તેણે માંગી હતી ધન અને દોલતની અમીરાત,

તેની બેવફાઈની આગને હું ન સહું તો શું કરૂં ?


અંધકારમય જીવન હવે ન વિતાવું તો હું શું કરૂં ?

તેના વિરહને હમેશા ભૂલી ન જાઉં તો હું શું કરૂં ?

તેણે મારી સાથે કર્યો હતો મતલબી પ્રેમ "મુરલી",

મારા જીવનમાંથી તેને અલવિદા હું ન કરૂં તો શું કરૂં ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance