હું એક સમય છું
હું એક સમય છું


નિહાળી મેં અવનવી ઘટનાને હું એક સમય છું,
ઊગીને આથમવા સુધી હું બધું નિયમિત જોઉં છું,
બદલાતી આ દુનિયામાં અવનવું કાયમ ઘટતું,
અંધકારથી ઉજાસભણી નિત નવું જ બદલતું,
હતા ભોળા, ભલાને નિ:સ્વાર્થ એવા માનવી,
અત્યારે તો મરી જાય જીવ કાંઈ દયા નહીં ?
પ્રકૃતિ કેરું જતન ને પાલન તેમજ થતું પોષણ,
ચારેતરફ થતો જાય, વિનાશને પ્રકૃતિનું શોષણ,
હોય પર્વમાં આનંદ, ઉમંગ ને જનોમાં ભાવનો રંગ,
થાય અત્યારે દેખાદેખીને યુવાનોમાં વ્યસનનો સંગ,
નહિ ખબર ક્યાં જશે ? આ માનવીને માનવતા
રહેશે નહીં ફરી નાના-મોટા કે નારીની સ્વતંત્રતા,
જીવસૃષ્ટિની ઘટનાઓને સમય બની જોઉં તો છું,
કોને કહું વ્યથા ? હવે તો હું એકલો રડ્યા કરું છું.